ભારતના ચેસ ખેલાડી પ્રણવ વેંકટેશે ગઈકાલે સ્લોવેનિયામાં FIDE વર્લ્ડ અંડર-18 યુથ રેપિડ અને બ્લિટ્ઝ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યોહતો. ચેન્નાઈના ટોચના ક્રમાંકિત ભારતીય ગ્રાન્ડમાસ્ટરે રેપિડ શ્રેણીમાં 9.5 પોઈન્ટમેળવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. પ્રણવે એક રાઉન્ડ બાકી રહેતા બ્લિટ્ઝ શ્રેણીમાં19.5 પોઈન્ટ મેળવ્યા હતા. તો ક્રિકેટમાં, બ્રિસ્બેનમાં ગાબા ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટડ્રો થઇ હતી. ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિનીજાહેરાત કરી હતી..
Site Admin | ડિસેમ્બર 18, 2024 7:39 પી એમ(PM)