ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 16, 2024 11:48 એ એમ (AM)

printer

ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી

ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત તા.18 ઑક્ટોબરના રોજ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.13 નવેમ્બર ના રોજ મતદાન તથા તા.23 નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
વાવ વિધાનસભા બેઠક માટે તા.18થી 25 ઑક્ટોબર, સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે.વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 321 પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.15 ઑક્ટોબર સુધીમાં 1 લાખ 61 હજાર 293 પુરૂષ, ૧ લાખ ૪૯ હજાર 387 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ ૩ લાખ 10 હજાર 681 મતદારોનો સમાવેશ થાય છે. સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. 07-વાવ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે તા.15 ઓક્ટોબરથી આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઇ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ