ભારતના ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્રના તમામ મતદારોને ‘લોકશાહીના ઉત્સવ’ને સફળ બનાવવા અપીલ કરી છે.આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં ભાગ લેવાઅને પણ વિનંતી કરી હતી..આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા મુખ્યચુંટણી કમિશનર રાજીવ કુમારની આગેવાની હેઠળ ચૂંટણી પંચ મહારાષ્ટ્રની બે દિવસીયમુલાકાતે છે. આ મુલાકાત બાદ આજે મીડિયાને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે જણાવ્યું હતું કે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ સહિતનીટીમે 11 રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીહતી આ પક્ષોએ ચૂંટણી પંચ સમક્ષ તેમની અરજીઓ રજૂ કરી હતી. કમિશન, તેમજ વિવિધ અમલીકરણ એજન્સીઓને મતદાન દરમિયાન તમામ જરૂરીસુવિધાઓ સુનિશ્ચિત કરવા એજન્સીઓને સૂચના આપવામાં આવી છે. શ્રી કુમારે વધુમાંજણાવ્યું હતું કે દરેક મતદાન મથક પર વધુમાં વધુ 950 મતદારોને સમાવી લેવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં 50 ટકા અને શહેરી વિસ્તારોમાં 100 ટકા મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરાશે.
Site Admin | સપ્ટેમ્બર 28, 2024 7:59 પી એમ(PM)
ભારતના ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્રના તમામ મતદારોને ‘લોકશાહીના ઉત્સવ’ને સફળ બનાવવા અપીલ કરી છે
