ભારતના આયુષ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ, આયુષ ઉપચાર પદ્ધતિ અને વૈશ્વિક આરોગ્યસંભાળ પદ્ધતિ વચ્ચે સઘન સંકલન બનાવવા અંગેની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રિય આયુષમંત્રી પ્રતાપરાવ જાધવે આજે દિલ્હીમાં તેમના મંત્રાલયે છેલ્લા 100 દિવસમાં મેળવેલી સિદ્ધિઓ અંગેની વિગતો પત્રકારોને આપતાં આ મુજબ જણાવ્યું હતું. આયુષ મંત્રાલયે ભારતીય લોકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. શ્રી જાધવે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પરંપરાગત ઔષધ ઉપચાર પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતા તબીબી છોડના ઉપયોગ અંગે વિયેતનામ સાથે સમજૂતી કરવામાં આવી છે. એવી જ રીતે મલેશિયા સાથેની સમજૂતીમાં આયુર્વેદમાં સંશોધન અને જ્ઞાનનું આદાનપ્રદાન કરવાની જોગવાઇ છે.
કેન્દ્રિય આયુષમંત્રીએ જણાવ્યું હતું કે, આયુષ ઉપચાર પદ્ધતિને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર તાલુકા સ્તરે ખાસ ઔષધ કેન્દ્રો શરૂ કરવાની નેમ ધરાવે છે. એવી જ રીતે વરિષ્ઠ નાગરિકોની આરોગ્યસંભાળની જરૂરિયાતો પૂરી કરવા સમગ્ર દેશમાં 14 હજાર 692 આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 7:51 પી એમ(PM) | આયુષ મંત્રાલય