ભારતનાં માનવ ઠક્કરે ચેન્નાઈમાં રમાઈ રહેલી WTT ટેબલટેનીસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરીને ઈતિહાસ રચ્યો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરનાર તે પહેલો ભારતીય ખેલાડી બન્યો છે.સ્પર્ધાની આજે રમાયેલી પુરુષોના વિભાગનીસિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં માનવ ઠક્કરે જર્મનીનાં આંદ્રે બર્ટેલ્સમેયરને3-2 થી પરાજય આપીને સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.એવી જ રીતે મહિલાઓની સિંગલ્સની પ્રિ-ક્વાર્ટરફાઈનલમાં ભારતની ક્રિત્વીકા રોયે જાપાનની નાગાસાકીને 3-0 થી પરાજય આપીને સ્પર્ધાનીક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
Site Admin | માર્ચ 29, 2025 7:00 પી એમ(PM)
ભારતનાં માનવ ઠક્કરે ચેન્નાઈમાં રમાઈ રહેલી WTT ટેબલટેનીસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરીને ઈતિહાસ રચ્યો છે
