ભારતીય જનતા પક્ષ સાશિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓની એક બેઠક દિલ્હી ખાતે ભાજપ કાર્યલયે યોજાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સહિત ભાજપના અન્ય નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં છે.
પ્રધાનમંત્રીમોદી આ બેઠકમાં વિવિધ રાજ્યોના મહત્વનાં મુદ્દાઓ વિશે માહિતી મેળવીને તેના ઉકેલો અંગે ચર્ચા કરી રહ્યા છે. સમયાંતરે યોજાતી આ બેઠકનો હેતુ રાજ્યોમાં મુખ્ય યોજનાઓની સમીક્ષા કરવાનો તેમજ કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓના યોગ્ય સંચાલનને સુનિશ્ચિત કરવાનો છે.
Site Admin | જુલાઇ 28, 2024 1:59 પી એમ(PM)
ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક દિલ્હી ભાજપ કાર્યલયે યોજાઈ
