ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશના મહામંત્રી તેમજ પ્રદેશ મુખ્યાલયના અધિકારી રજની પટેલે તિરંગો ફરકાવી દેશના વીર જવાનોને નમન કર્યા. આ કાર્યક્રમમાં પ્રદેશના વિવિધ હોદ્દેદારો,સાંસદો,ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
તો આ તરફ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કાર્યલય ખાતે થયેલ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને સેવા દળના સૈનિકોની સલામી ઝીલી. આ પ્રસંગે શ્રી ગોહિલે જણાવ્યું કે, આજનો દિવસ બહાદુર નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને ચિન્હિત કરે છે. જેમણે દેશ માટે સર્વસ્વ આપી દીધું.
Site Admin | ઓગસ્ટ 15, 2024 7:18 પી એમ(PM)