ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 18, 2025 7:17 પી એમ(PM) | ભાજપ

printer

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જનાદેશને મતદારોનો વિજય ગણાવ્યો

રાજ્યની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની 16 ફેબ્રુઆરીએ યોજાયેલી ચુંટણીમાં ભાજપને ફરી એક વખત મોટી જીત મળી છે. જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગર પાલિકા અને ત્રણ તાલુકા પંચાયતોની સામાન્ય અને તાલુકા તેમજ જીલ્લા પંચાયતોની પેટા ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી યોજાઇ. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો મુજબ, જુનાગઢ મહાનગર પાલિકા સહિત 66 માંથી 61 જેટલી નગરપાલિકાઓમાં ભાજપે વિજય મેળવ્યો છે.
જીત બાદ ગાંધીનગરમાં પત્રકારોને સંબોધતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ જનાદેશને મતદારોનો વિજય ગણાવ્યો છે.
કોંગ્રેસના પરાજય બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે આ પરિણામોથી અમે નિરાશ થયા નથી
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની 2 હજારથી વધુ બેઠકોમાંથી 213 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થતાં 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. ત્યારે
જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપ ફરી સત્તાના સૂત્રો સંભાળશે. આજે જાહેર થયેલા પરિણામમાં 60 બેઠકોમાંથી ભાજપને ફાળે 48 કોંગ્રેસને એક જ્યારે અપક્ષ ઉમેદવારનો એક બેઠક પર વિજય થયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ