ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલનો આજે 71મો જન્મ દિવસ છે, જેને પગલે તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં તેમના ચાહકો વહેલી સવારથી જ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અને તેમના જન્મદિવસ પર સમગ્ર સુરત શહેરમાં વિવિધ લોકસેવાના કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે .
ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉધના ઝોનના કાર્યકર્તાઓ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું, તો લિંબાયત વિધાનસભામાં પણ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો. દરમ્યાન કચ્છ જિલ્લામાં પણ વિવિધ સંસ્થાઓના સહયોગથી 6000 જેટલા બંધ બોરવેલ રિચાર્જ અભિયાન હેઠળ અબડાસા તાલુકાના કનકપર અને આસપાસના ગામોમાં કૂવા રિચાર્જના કામ હાથ ધરાયા.
Site Admin | માર્ચ 16, 2025 7:13 પી એમ(PM) | સી. આર. પાટીલ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલનો આજે 71મો જન્મ દિવસ છે.
