ભાજપ દ્વારા રાજ્યભરમાં મહાનગરપાલિકા, જિલ્લા પ્રમુખોની વરણીને લઈ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ માટેના દાવેદારોએ જીલ્લા અને શહેરોના કાર્યાલયો ખાતે દાવેદારી નોંધાવી હતી. ભાજપના નિયમ મુજબ જિલ્લા શહેરોના પ્રમુખો માટે વયની કોઇ મર્યાદા નિશ્ચિત કરવામાં આવી નથી.
જોકે સક્રિય સભ્ય અને કામગીરી સહીતની બાબતો પર પક્ષ દ્વારા ચોક્કસ નિયમો બનાવાયા છે. ગાંધીનગર જીલ્લા કાર્યાલય ખાતે પણ પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. આ ઉપરાંત મહિસાગર, નર્મદા, અમરેલી સહિતના જીલ્લોઓમાં આ પ્રક્રિયા આરંભાઇ હોવાના અહેવાલ છે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 7:51 પી એમ(PM)