ભાજપે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને જોતા કાર્યકારી સમિતિની રચના કરી છે. આ સમિતિના અધ્યક્ષ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવસાહેબ દાણવેએ જણાવ્યું કે, આ સમિતિમાં ત્રણ સહ-આયોજકો, વિવિધ સમિતિના અધ્યક્ષ, પૂર્વ અધિકારીઓ સામેલ છે. નીતિન ગડકરી, ચંદ્રશેખર બાવનકુલે, દેવેન્દ્ર ફડણવીસ, પિયૂષ ગોયેલ, વિનોદ તાવડે, આશિષ સેલાર, નારાયણ રાણે સહિત પાર્ટીના વિવિધ નેતાઓને આ સમિતિમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ સમિતિ રાષ્ટ્રીય અને રાજ્ય એમ બંને સ્તરે પક્ષને મજબૂત બનાવવા માટે કામ કરશે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 8:02 પી એમ(PM) | વિધાનસભા ચૂંટણી
ભાજપે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને જોતા કાર્યકારી સમિતિની રચના કરી
