ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 4, 2025 8:07 પી એમ(PM)

printer

ભાજપે દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી માટે 29 ઉમેદવારોની યાદી જાહેર કરી

ભાજપે દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીમાં પક્ષના ભૂતપૂર્વ સાંસદ પ્રવેશ વર્માને આપના વડા અરવિંદ કેજરીવાલની સામે ઉભા રાખવાનો નિર્ણય લીધો છે. એવી જ રીતે પક્ષના રમેશ બિધુડી કાલકાજી વિધાનસભા બેઠક પરથી દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પક્ષના આતિશી સામે ચૂંટણી લડશે.
ભાજપે દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી માટે 29 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી મુજબ દિલ્હી ભાજપના ભૂતપૂર્વ વડા સતીષ ઉપાધ્યાય માલવિયાનગર બેઠક પરથી આપના નેતા કૈલાશ ગેહલોત સામે, અરવિંદર સિંહ લવલી ગાંધીનગર વિધાનસભા બેઠક પર, અને ભાજપના મનજીન્દરસિંહ સિરસા રાજૌરી ગાર્ડન બેઠક પરથી ચૂંટણી લડશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ