ભાજપે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ ફાળવવામાં આવ્યું હોવા છતાં કેરળના આશા આરોગ્ય કાર્યકરોને વેતન નહીં ચુકવવાનો કેરળ સરકાર સામે આક્ષેપ કર્યો છે. નવી દિલ્હીમાં પક્ષના વડા મથકે પત્રકારોને સંબોધતાં પક્ષના રાષ્ટ્રીય સચિવ અનિલ એન્ટોનીએ જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2024-25 માં કેન્દ્ર સરકારે 938 કરોડ રૂપિયાની ફાળવણી કેરળ સરકારને કરી હતી. આ ઉપરાંત ગયા અઠવાડિયામાં વધુ 120 કરોડ રૂપિયા છુટા કરાયા છે. આમ છતાં કેરળ સરકાર સમયસર વેતનની ચુકવણી ન થવા અંગે કેન્દ્ર સરકારને દોષી ગણાવી રહી છે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 7:50 પી એમ(PM)
ભાજપે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ ફાળવવામાં આવ્યું હોવા છતાં કેરળના આશા આરોગ્ય કાર્યકરોને વેતન નહીં ચુકવવાનો કેરળ સરકાર સામે આક્ષેપ કર્યો છે.
