ભાજપે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના મુખ્યમંત્રી આતિશીની નકલી કેસમાં ધરપકડ કરવા અંગેના નિવેદનને રાજકારણથી પ્રેરિત ગણાવ્યું છે. તાજેતરમાં, અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય એજન્સીઓ પર આરોપ મૂક્યો હતો કે સુશ્રી આતિશીને પરિવહન વિભાગ સાથે સંબંધિત એક કેસમાં ફસાવવાની યોજના બનાવી રહ્યા છે. આ અંગે દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યુંકે અરવિંદ કેજરીવાલ દ્વારા મુખ્યમંત્રીની ધરપકડ કરવાના આરોપો ખોટા છે. તેમણે કહ્યુંકે પરિવહન વિભાગે જણાવ્યું કે મુખ્યમંત્રી આતિશી વિરુદ્ધ કોઈ તપાસ થઈ રહી નથી.
Site Admin | ડિસેમ્બર 29, 2024 6:56 પી એમ(PM)