નવી દિલ્હી ખાતે ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ માટે યોજાયેલી “મુખ્યમંત્રી પરિષદ” બેઠક આજે પૂર્ણ થઈ છે. બેઠકના વિદાય સમારોહને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો જનકલ્યાણના સંકલિત પ્રયાસ તરફ મજબૂતીથી કામ કરશે ત્યારે વિકસિત રાષ્ટ્રનું લક્ષ્ય ચોક્કસપણે પ્રાપ્ત થશે.
ભાજપના ગુડ ગવર્નન્સ સેલના સંયોજક વિનય સહસ્રબુદ્ધેએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ કહ્યું છે કે, વિકસિત ભારતની વિભાવનામાં વારસાના વિકાસની સાથે વારસાના નિર્માણનું વિશેષ મહત્વ છે. આપણે બધાએ આ પાસાને હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત ભાજપશાસિત રાજ્યના 13 મુખ્યમંત્રી અને 15 નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના સુશાસનના એજન્ડા હેઠળ સમયાંતરે આવી બેઠકો યોજવામાં આવી હતી અને આ વર્ષની આ બીજી બેઠક હતી.
Site Admin | જુલાઇ 28, 2024 8:04 પી એમ(PM)
ભાજપની “મુખ્યમંત્રી પરિષદ” બેઠકમાં પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસથી વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા પર ભાર મૂક્યો
