ભાજપના સાંસદ નિશકાંત દુબે દ્વારા વિપક્ષ કોંગ્રેસના કેટલાક નેતાઓ સામે કરાયેલ આક્ષેપો અનેસંભલ હિંસા અંગે કરાયેલા નિવેદનોના પગલે વિપક્ષના સભ્યો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરાતા લોકસભાની બેઠક આજના દિવસ માટે મુલતવી રખાઇ હતી. શૂન્ય કલાક દરમ્યાન શ્રી દુબેએ ફ્રેંચ સામયિકને ટાંકીને જણાવ્યું હતું કે, કેટલાક તત્વો ભારતીય સંસદ વ્યવસ્થામાં અવરોધ ઉભો કરીને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેમજ કેટલાક વિપક્ષના નેતાઓ દ્વારા સોશિયલ મિડિયા ઉપર કરાયેલી પોસ્ટ અંગે આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસ, ડીએમકે સહિત વિપક્ષના સભ્યોએ એક ઉદ્યોગગૃહ સામે મુકાયેલા લાંચના આક્ષેપો અને સંભલ હિંસાના મુદ્દે સૂત્રોચ્ચાર શરૂ કરતાં ગૃહમાં કાર્યવાહી ખોરવાઇ હતી. લોકસભાના અધ્યક્ષે પહેલા 3 વાગ્યા સુધી અને ત્યારબાદ આજના દિવસ માટે લોકસભાની બેઠક મુલતવી રાખી હતી. એવી જ રીતે રાજયસભામાં પણ ભાજપના સુધાંશુ ત્રિવેદીએ વિપક્ષો સામે કરેલા ગંભીર નિવેદનો ધ્યાનમાં લઇને સભાપતિ જગદીપ ધનખડે નિર્ધારિત સમય કરતાં વધુ સમય શ્રી ત્રિવેદીને આપ્યો હતો. વિપક્ષોએ સભાપતિના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ સભાપતિએ રાજયસભાની બેઠક બપોરના બાર વાગ્યા સુધી મુલતવી રાખી હતી. દરમ્યાન,કેન્દ્રિય સંસદિય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ વિપક્ષના સભ્યો ગૃહમાં બોલવાના બદલે ગૃહના સંકુલમાં દેખાવો કરી રહ્યા હતા એ બાબતે વિપક્ષના વલણની ટીકા કરી હતી.
Site Admin | ડિસેમ્બર 5, 2024 7:33 પી એમ(PM)
ભાજપના સાંસદ નિશકાંત દુબે દ્વારા વિપક્ષ કોંગ્રેસના કેટલાક નેતાઓ સામે કરાયેલ આક્ષેપો અનેસંભલ હિંસા અંગે કરાયેલા નિવેદનોના પગલે વિપક્ષના સભ્યો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરાતા લોકસભાની બેઠક આજના દિવસ માટે મુલતવી રખાઇ હતી
