ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના ગઢવામાં ચૂંટણી સભાને સંબોધન કરતા ઝારખંડના લોકોને ડબલ એન્જિનની સરકાર બનાવવા માટે અપીલ કરી. શ્રી મોદીએ જણાવ્યું કે આગામી પચ્ચીસ વર્ષ દેશ માટે અને ઝારંખડ માટે મહત્વના છે. તેમણે ઉમર્યું કે આઝાદીના સો વર્ષ પૂર્ણ થશે એ સમયે ઝારખંડના 50 વર્ષ થશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઝારખંડના વિકાસ માટે કેન્દ્ર સરકારે પૂરતા પ્રયાસો કર્યા છે. આ પ્રસંગે તેમણે ઝારખંડ મુક્તિ મોર્ચા સરકાર સામે પ્રહાર પણ કર્યા હતા.
શ્રી મોદી બપોરે ચાઇબાસામાં ચૂંટણી સભાને સંબોધશે. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ આ પ્રધાનમંત્રી અહીં પ્રથમવાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અહીં બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરના રોજ મતદાન થશે..
Site Admin | નવેમ્બર 4, 2024 3:00 પી એમ(PM)