ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટેનો ભાજપનો ચૂંટણી ઢંઢેરો આજે જાહેર કર્યો છે. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશને આઝાદી મળી ત્યારથી ભાજપે જમ્મુ અને કાશ્મીરને મહત્વ આપ્યું છે. તેમણે કહ્યું કે, કલમ 370 હવે ઇતિહાસનો ભાગ બની ચૂકી છે. અને તે ક્યારેય પાછી ફરી શકશે નહિં. જમ્મુની મુલાકાતે પહોંચેલા શ્રી અમિત શાહ આજે સાંજે પ્રદેશ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો સાથે વિધાનસભાની રણનિતી અને પ્રચારઝુંબેશ અંગે ચર્ચાવિચારણા કરશે. શ્રી અમિત શાહ આવતીકાલે જમ્મુ શહેરમાં એક રેલીને સંબોધન કરશે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 7:37 પી એમ(PM)
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટેનો ભાજપનો ચૂંટણી ઢંઢેરો આજે જાહેર કર્યો
