ભાજપના વડપણ હેઠળનું મહાયુતિ ગઠબંધન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને સત્તા જાળવી રાખી છે. મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો પૈકી ભાજપે અત્યાર સુધીમાં થયેલી મતગણતરી મુજબ 33 બેઠકો જીતી લીધી છે અને 99 બેઠકો ઉપર સરસાઈ મેળવી છે.એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેનાએ 15 બેઠકો મેળવી છે જ્યારે 40 બેઠકો ઉપર તેના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.એવી રીતે અજીત પવારના વડપણ હેઠળની એનસીપીએ 18 બેઠકો જીતી છે અને 23 બેઠકો ઉપર સરસાઈ મેળવી છે.કોંગ્રેસે ચાર બેઠકો મેળવી છે અને બાર બેઠકો ઉપર સરસાઈ ધરાવે છે.એવી જ રીતે શરદ પવાર જૂથની એનસીપીએ ચાર બેઠકો જીતી છે અને છ બેઠકો ઉપર સરસાઈ ધરાવે છે.ઉધ્ધવ ઠાકરેના શિવસેના જૂથે પાંચ બેઠકો મેળવી છે અને 16 ઉપર સરસાઈ મેળવી છે. એવી જ રીતે અન્ય પક્ષોએ ચાર બેઠકો જીતી લીધી છે. ઝારખંડમાં કુલ 81 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. સત્તાધારી JMM પક્ષે 13 બેઠકો જીતી લીધી છે અને 22 બેઠકો ઉપર સરસાઈ ધરાવે છે. કોંગ્રેસે ચાર બેઠકો જીતી લીધી છે અને બાર બેઠકો ઉપર સરસાઈ ધરાવે છે. જ્યારે ભાજપે ચાર બેઠકો જીતી લીધી છે અને 16 બેઠકો ઉપર સરસાઈ ધરાવે છે.
Site Admin | નવેમ્બર 23, 2024 8:14 પી એમ(PM) | મહારાષ્ટ્ર