ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 5, 2024 7:47 પી એમ(PM)

printer

ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુંબઇમાં આઝાદ મેદાન ખાતે આજે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે

ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુંબઇમાં આઝાદ મેદાન ખાતે આજે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજયપાલ સી.પી.રાધાકૃષ્ણને શ્રી ફડણવીસ ને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શિવસેનાના વડા એકનાથ શિંદે અને એનસીપીના વડા અજીત પવારે પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શ્રી ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત જયારે શ્રી અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે છઠ્ઠી વખત શપથ લીધા છે. મહારાષ્ટ્ર મંત્રીમંડળના નવા મંત્રીઓનો શપથવિધિ આવતા અઠવાડિયે યોજાય તેવી સંભાવના છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રિય મંત્રીમંડળના સભ્યો અને એનડીએના શાસન હેઠળના રાજયોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ