ભાજપના ધારાસભ્ય કાલીદાસ કોલામ્બકરે મહારાષ્ટ્ર વિધાનસભાના હંગામી અધ્યક્ષ તરીકે આજે શપથ લીધા છે. રાજયપાલ સી.પી.રાધાકૃષ્ણે આજે મુંબઇમાં રાજભવન ખાતે શ્રી કોલામ્બરને હંગામી અધ્યક્ષ તરીકે હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, વિધાનપરિષદના નાયબ અધ્યક્ષ નીલન ગોરહે અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આવતીકાલ સાતમીથી નવમી ડિસેમ્બર દરમિયાન યોજાનાર વિધાનસભાના ખાસ સત્રમાં શ્રી કાલીદાસ કોલામ્બકર ગૃહના હંગામી અધ્યક્ષ તરીકે કાર્યવાહી સંભાળશે. એવી જ રીતે આગામી નવમી ડિસેમ્બરે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીની કાર્યવાહી પણ તેઓ સંભાળશે. ત્યારબાદ રાજયપાલ મહારાષ્ટ્ર વિધાનસભા અને વિધાનપરિષદના ગૃહના સભ્યોને સંબોધન કરશે.
Site Admin | ડિસેમ્બર 6, 2024 7:53 પી એમ(PM) | શપથ