ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાતનું સ્વાગત કરતા કહ્યું કે ચૂંટણી એ લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી. નડ્ડાએ કહ્યું કે ચૂંટણી એ દેશ અને રાજ્યને વિકાસ અને સુશાસનના માર્ગ પરઆગળ વધારવાનું એક માધ્યમ છે. તેમણે દિલ્હીના લોકોને એવી સરકાર પસંદ કરવા વિનંતી કરી કે જે જીવનધોરણ સુધારવા, ભ્રષ્ટાચાર સામે લડવા, પ્રદૂષણ ઘટાડવા અને રોજિંદા જીવનને સરળ બનાવવા ગુણવત્તા યુક્ત સેવાઓ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે.
Site Admin | જાન્યુઆરી 7, 2025 6:47 પી એમ(PM)