ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ભાજપના પદાધિકારીઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર જમ્મુ- કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ, ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા સહિતનાં મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે..
આ બેઠકમાં પક્ષના રાષ્ટ્રીય પદાધિકારીઓ, રાજ્યના પ્રભારી અને સહ-પ્રભારીઓ, પ્રદેશ ભાજપ પ્રમુખો સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે. નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી બાદ ભાજપની હોદ્દેદારો સાથેની આ પ્રથમ બેઠક યોજાઈ રહી છે.
Site Admin | ઓગસ્ટ 17, 2024 8:21 પી એમ(PM)