ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનના તહેવારની આવતીકાલે સમગ્ર દેશ અને રાજ્યમાં ઉજવણી થશે. ત્યારે રક્ષાબંધનની ઉજવણીને લઈ ભાઇઓ અને બહેનોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. આજે રવિવારના દિવસે ઘણા બધા લોકોએ રજાનો લાભ લઇને આજથી જ રક્ષાસૂત્ર બાંધવાની શરૂઆત કરી દીધી છે. રાજ્યભરના શહેરો નગરો અને ગામડાઓમાં રાખડી બજારોમાં ભીડ જોવા મળી હતી.. બહેનો રાખડીની મોટાપાયે ખરીદી કરતી નજરે પડી હતી..
રાખડીઓ સાથેસાથે સ્વાદિષ્ટ મિઠાઇઓ અને ફરસાણની પણ ધૂમ ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત મહિસાગર જેવા જિલ્લાઓમાં પણ બજારોમાં ઘરાકી જોવા મળી હતી…
મોરબીમાં હેલ્મેટના પહેરનાર વાહનચાલકોની સલામતી માટે પોલીસે તેમને રક્ષા સૂત્ર બાંધ્યું હતું.