ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે અમદાવાદથી મુંબઇ કારમાં લઈ જવાતો 11 લાખ 80 હજાર રૂપિયાનો સિગરેટનો જથ્થો ઝડપ્યો છે.. આ સિગારેટનો જથ્થો ઝડપીને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
ગેરકાયદેસર સિગારેટનો મોટો જથ્થો નેશનલ હાઇવે પર મુલદ પરથી ઝડપાયો હતો.. પોલીસે મહિલા સહિત 2 આરોપીની ધરપકડ કરીને સિગારેટ સહિત 15 લાખ 19 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો..દુબઇથી સિગારેટનો જથ્થો મંગાવી એકસાઇઝ ડ્યુટીની ચોરી કરવામાં આવતી હતી..
પ્રાથમિક તપાસમાં અમદાવાદ એરપોર્ટ પર સિગારેટ અને આઇ ફોન મંગાવી મુંબઇ પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું છે.