ભરૂચ જિલ્લામાં 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12 બૉર્ડની પરીક્ષાને લઈ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ ગઈ. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ટ્રાફિક સંચાલન, યોગ્ય આયોજન, એસ.ટી. બસની વ્યવસ્થા, વીજળી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સહિત તમામ પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી. જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આ વખતે ધોરણ 10ના 22 હજાર 583 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 8 હજાર 154 તેમ જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 3 હજાર 48 વિદ્યાર્થીઓ મળી કુલ 33 હજાર 785 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 7:09 પી એમ(PM) | ભરૂચ
ભરૂચ જિલ્લામાં 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12 બૉર્ડની પરીક્ષાને લઈ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ ગઈ
