ભરૂચમાં ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદને પગલે 4ના મોત થયાના અહેવાલ છે.
અમારા પ્રતિનિધિ વાહિદ મશિદ્દી જણાવે છે કે ભરૂચ તાલુકાના પાદરિયા ગામ નજીક વિજળી પડતા 3 લોકોના મોત થયા છે, જ્યારે હાંસોટમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય બે દાઝી જતા ભરૂચ સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.