ભગવાન રામ અને માતા શબરી મિલન દિવસ નિમિત્તે આજે ડાંગના પંપા સરોવરથી શબરી ધામ સુધીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. આ પ્રસંગે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજને હજારો વર્ષોથી પરંપરા મુજબ સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર અનેકવિધ પગલા લઈ રહી છે.આ પ્રસંગે બાલયોગી પીઠ ગણેશનાથજી શબરીધામ સ્વામી અસીમાનંદજી, રાજ્ય વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ સહિત મોટી સંખ્યામાં સાધુ – સંતો ઉપસ્થિત રહ્યાં હતા. આ અવસરે બાળકો માટે ઉપયોગી એવી ‘શબરીની પ્રેરક માળા’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 14, 2025 7:26 પી એમ(PM)