રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા પાંચ સિદ્ધાંતો સમસ્ત માનવતા અને વિશ્વ કલ્યાણનો આધાર છે. અમદાવાદમાં ‘ભગવાન મહાવીર દર્શનથી પ્રકૃતિ અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન’ વિષયક રાષ્ટ્રીય સંગોષ્ઠી અને અભિનવ જૈન દીક્ષા મહોત્સવમાં શ્રીદેવવ્રતે આ મુજબ જણાવ્યું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અહિંસા વિશ્વ ભારતી કેન્દ્ર આવનારા દિવસોમાં સમાજ માટે એક મોડેલ સેન્ટર બનશે.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 6:32 પી એમ(PM) | રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે
ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા પાંચ સિદ્ધાંતો સમસ્ત માનવતા અને વિશ્વ કલ્યાણનો આધાર છે :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
