બ્રિસ્બેનમાં રમાઇ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ફોલો-ઓન ટાળવામાં સફળ રહ્યું હતું. રમતના ચોથા દિવસે ભારતે નવ વિકેટે 252 રન બનાવ્યા હતા.હજુ પણ તે 193 રનથી પાછળ છે. ખરાબ પ્રકાશને કારણે મેચ વહેલી પૂરી કરવામાં આવી હતી.ભારતે ગઈકાલના ચાર વિકેટે 51 રનથી રમત આગળ ધપાવી હતી. કે એલ રાહુલે 84 અને રવિન્દ્ર જાડેજાએ 77 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે ચાર અને મિચેલ સ્ટાર્કે ત્રણ વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહા અને આકાશ દીપ ટકી રહેતાં ફોલો-ઓન ટાળી શકાયું હતું.અગાઉ, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 445 રન કર્યા હતા.
Site Admin | ડિસેમ્બર 17, 2024 5:19 પી એમ(PM)