બ્રિસ્બેનમાં ગાબા ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસનીરમતના અંતે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટે 405 રન બનાવ્યા હતા.સ્ટીવન સ્મિથ અને ટ્રેવિસ હેડેસદી ફટકારી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 241 રનની ભાગીદારીથઈ હતી. . ટ્રેવિસ હેડે શ્રેણીમાં સતત બીજી સદી ફટકારી હતી. ભારત તરફથી બુમરાહે પાંચ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ઓવલ ખાતેની બીજી ટેસ્ટ જીત્યા બાદ પાંચ મેચોની શ્રેણી હાલમાં 1-1થી બરોબર છે. ભારતે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતી હતી
Site Admin | ડિસેમ્બર 15, 2024 6:34 પી એમ(PM)