બ્રિસ્બેનમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં છેલ્લા સમાચાર મળે ત્યાં સુધી 7 વિકેટ પર 405 રન બનાવ્યા છે. સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ વચ્ચે ચોથી વિકેટ માટે મોટી ભાગીદારી છે. ટ્રેવિસ હેડે આ શ્રેણીમાં સતત બીજી સદી ફટકારી છે.
ભારત માટે જસપ્રીત બુમરાહે શરૂઆતના બંને બેટ્સમેનોને આઉટ કર્યા હતા જ્યારે નીતિશ રેડ્ડીએ માર્નસ લાબુશેનને પેવેલિયન પરત મોકલ્યા હતા. બંને દેશો વચ્ચેની પાંચ મેચની શ્રેણી એક-એકની બરાબરી પર છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું જ્યારે એડિલેડમાં ઓસ્ટ્રેલિયાએ બીજી મેચ જીતી હતી.
Site Admin | ડિસેમ્બર 15, 2024 2:37 પી એમ(PM)