બ્રિટન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા ભારત પ્રતિબધ્ધ છે એમ ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશ સચિવ ડેવિડ લેમી સાથેની બેઠક બાદ પ્રધાનમંત્રીએ આમ જણાવ્યું હતું. શ્રી મોદીએ બંને દેશો માટે લાભદાયી મુક્ત વેપાર સંધિને પૂર્ણ કરવાની ઇચ્છાનું સ્વાગત કર્યું હતું.
કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે પણ ડેવિડ લેમી સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું છે કે ભારત અને બ્રિટનના દ્વીપક્ષીય સંબંધો અત્યંત મહત્વના છે અને તેમાં ભવિષ્યની અનેક તકો રહેલી છે. ડૉક્ટર જયશંકરે ભારપૂર્વક કહ્યું કે વૈશ્વિક બાબતોમાં બંને દેશો જુદી જુદી રીતે જોડાયેલા છે. તેમણે ઉમેર્યુ કે વૈશ્વિક મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત અને બ્રિટન સાથે મળીને કામ કરવું જરૂરી છે.
Site Admin | જુલાઇ 25, 2024 11:18 એ એમ (AM)