બ્રિટનમાં ગઈ કાલે સાંજે લીડ્સ શહેરની આસપાસના વિસ્તારોમાં સલામતી કર્મચારીઓ સાથે સેંકડો રહેવાસીઓની અથડામણને પગલે અશાંતિ સર્જાઈ હતી. લોકોએ પોલિસનાં વાહનો પર પથ્થરમારો કર્યો અને એક બસમાં આગ લગાવી હતી.
પશ્ચિમ યોર્કશાયર પોલિસનાં જણાવ્યા પ્રમાણે આ અથડામણમાં કોઈને ઇજા થયાનો અહેવાલ નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ઘટના સ્થળે અધિકારીઓને મોટી સંખ્યામાં ગોઠવવામાં આવ્યા છે.
બ્રિટનના ગૃહ સચિવ યવેટે કૂપરે આજે સવારે એક સોશિયલ મિડીયા પોસ્ટમાં ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, તેઓ લીડ્સમાં પોલિસ વાહનો અને જાહેર પરિવહનો પર થયેલા હૂમલાથી સ્તબ્ધ છે.
Site Admin | જુલાઇ 19, 2024 3:00 પી એમ(PM) | બ્રિટન