આ તરફ બ્રિટનના સાઉથ પોર્ટના મર્સીસાઇડમાં એક પાર્ટીમાં 3 છોકરીઓની હત્યા બાદ અહીં તણાવની સ્થિતિ છે. બ્રિટનમાંકટ્ટર દક્ષિણપંથી રાજકીય વિચારધારાના સમર્થકો દ્વારા ઇમિગ્રેશનની વિરોધમાંપ્રદર્શનો હિંસક થયાં બાદ 90થી વધારે લોકોની ધરપકડકરવામાં આવી હતી. આ પૂર્વે હલ, લિવરપૂલ, બ્રિસ્ટોલ, માનચેસ્ટર, બ્લૅકપૂલઅને બેલફાસ્ટમાં દુકાનોને લુટવામાં આવી અને પોલીસ અધિકારીઓ પર પણ હુમલાઓ થયા હતા. સાઉથપોર્ટમાં છોકરીઓનીહત્યાને લઈને સોશિયલ મીડિયા પર અફવાનો પ્રસાર બાદ હિંસા વધુ ભડકી, જેમાં મોટા પાયેપોલીસકર્મીઓ ઘવાયા હોવાના અહેવાલ છે. બ્રિટનના વડા પ્રધાન કિએરસ્ટાર્મરે વાયદો કર્યો છે કે નફરત ફેલાવવાનો પ્રયત્ન કરનાર ઉગ્રવાદીઓ વિરુદ્ધકાર્યવાહી કરવા માટે સરકાર પોલીસને સંપૂર્ણ સમર્થન આપશે.
Site Admin | ઓગસ્ટ 4, 2024 7:02 પી એમ(PM)