પર્થમાં ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચનાં ચોથા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રને હાર આપી છે. ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં 238 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 534 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જસપ્રિત બુમરાહ અને સિરાઝે બીજી ઇનિંગમાં બે-બે વિક્ટો લીધી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમે આજે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટે 12 રનથી આગળ રમવાનું ચાલુ કર્યું હતું. ગઇ કાલે ત્રીજા દિવસે રમત પૂરી થતાં પહેલાં ભારતીય બોલરોએ ફટાફટ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો આપ્યો હતો. કેપ્ટન જસપ્રીત બુમરાહે નાથન મેક્સવિની અને માર્નસ લાબુસેને પેવેલિયનમાં મોકલ્યા હતા, જ્યારે મોહમ્મદ સિરાજે પેટ કમિન્સને આઉટ કર્યો હતો.
અગાઉ, વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલે બીજી ઇનિંગમાં ભારતનો સ્કોર છ વિકેટે 487 રન સુધી પહોંચાડી દીધો હતો.
Site Admin | નવેમ્બર 25, 2024 2:22 પી એમ(PM)