સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં આગામી તારીખ ૨૭ ફેબ્રુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્થાનિક સબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની અધ્યક્ષતા તથા રાજય કક્ષામંત્રી પ્રફુલ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમારની વર્ચુઅલ ઉપસ્થિતિમાં,ગાંધીનગર ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી.
આ પરીષદમાં સમગ્ર રાજ્યમાં મુક્ત, ન્યાયી અને તણાવ મુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજાઇ તે માટે શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે માર્ગદર્શન આપ્યુ હતુ.
બેઠકમાં પરીક્ષાની તૈયારીની રૂપરેખા, કેન્દ્રોની સંખ્યા,બ્લોક વ્યવસ્થા,તમામ પરીક્ષા સ્થળો ઉપર યોગ્ય સીસીટીવી વ્યવસ્થા અંગેની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
વિડિયો કોન્ફરન્સ યોજાયા બાદ પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમારની અધ્યક્ષતામાં જિલ્લામાં પરીક્ષાના સુચારૂ આયોજન અર્થે ગોધરાની કલેકટર કચેરીએ પણ બેઠક યોજાઈ હતી.
બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને બનાસકાંઠાના જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત પરીક્ષા સમિતિના સભ્યો સહિત સબંધિત અધિકારીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 11:28 એ એમ (AM)
બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્થાનિક સબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં, ગાંધીનગર ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઈ
