બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીઓએ જિલ્લાના તમામ ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ ખેડૂત ઓળખપત્ર માટે નોંધણી કરાવવા અનુરોધ કર્યો છે. ખેડૂતોએ નોંધણી માટે આધારકાર્ડ સાથે લિંક થયેલ મોબાઇલ નંબર, ખાતેદાર તરીકેના પુરાવાની નકલો, તેમજ આધારકાર્ડ સહિતના પુરાવા સાથે રાખવા જરૂરી છે. ખેડૂતો આ માટે ઓનલાઇન નોંધણી પણ કરાવી શકશે.
બોટાદ જિલ્લામાં અંદાજે 87 હજાર જેટલા ખેડૂતો છે, જેમની નોંધણીની પ્રક્રિયા વીસીઈ મારફતે કરવામાં આવી રહી છે.
Site Admin | નવેમ્બર 13, 2024 7:04 પી એમ(PM)