ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 31, 2024 9:16 એ એમ (AM)

printer

બોટાદ જિલ્લામાં વરસાદની સ્થિતિને અન્વયે જિલ્લાનાં પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને બોટાદ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી

અતિભારે વરસાદને કારણે તારાજી સર્જાયા બાદ હવે સ્થિતિને સામાન્ય બનાવવા માટેના રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ આદરવામાં આવ્યાં છે.
ત્યારે આ માટે વિવિધ જિલ્લાઓના પ્રભારી મંત્રીઓ સંલગ્ન જીલ્લામાં સમીક્ષા બેઠક યોજીને સ્થિતીની સમીક્ષા કરી રહ્યાં છે.
બોટાદ જિલ્લામાં વરસાદની સ્થિતિને અન્વયે જિલ્લાનાં પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને બોટાદ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. સ્થળાંતરિતોને અપાતી સુવિધાઓ, નીચાણવાળા વિસ્તારમાં ખાસ તકેદારી, વીજળીના થાંભલાઓ- વાયરોની તપાસ તેમ જ પાણી ભરાઈ જવાની સમસ્યા હોય તો દૂર કરવા સૂચના આપી હતી. જિલ્લાની ગર્ભવતી મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સલામતી તેમ જ આરોગ્ય કેન્દ્રોમાં દવાના જથ્થા અંગેની પણ સૂચના આપી હતી.
વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ હાલની પરિસ્થિતિનો તાગ મેળવી સમીક્ષા કરી હતી. તો જિલ્લાનાં પ્રભારી સચિવ રેમ્યા મોહને પૂર અસરગ્રસ્ત કાશ્મીરનગર-બરૂડીયાવાડની મુલાકાત લીધી. ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રાહત બચાવ કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. છેલ્લા દિવસોમાં વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં સ્થળાંતર, બચાવ કામગીરી, માનવ અને પશુ ઇજા, પડેલા ઝાડ, મકાનના નુકસાન, વીજ અને પાણી પુરવઠા, આરોગ્ય, કાંસ સફાઈ, રોડ રસ્તા, શિક્ષણ અને ખેતીની પ્રવર્તમાન સ્થિતિ પર સંબંધિત વિભાગના અધિકારીઓની કામગીરીની રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલે વઘઇ તાલુકાના વાઘમાળ ગામે અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી હતી. ઘરને થયેલ નુકસાન અંગે અધિકારીને માર્ગદર્શન આપી તાત્કાલિક સહાય ચુકવણીની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતુ.જળસંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ સુરેન્દ્રનગર વિવિધ પાણી પુરવઠા વિભાગના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ગઈકાલે મુલાકાત લીધી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ