બોટાદ જિલ્લાના ગઢડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે.
કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવતા ભુજ, માંડવી-મુન્દ્રા અને અબડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમા વરસાદ ચાલુ હોવાના અહેવાલ છે. તો રાજકોટમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.
દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખંભાળિયા અને કલ્યાણપુરમાં 3-3 ઇંચ વરસાદ થતાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા.
અમરેલી જિલ્લામાં અડધાથી લઇ પાંચ ઇંચ સુધી વરસાદ થયાના અહેવાલ છે. વરસાદને પગલે અમરેલીના બગસરા તાલુકાનો મુંજીયાસર ડેમ ઓવરફલો થયો છે.
Site Admin | ઓક્ટોબર 20, 2024 7:10 પી એમ(PM)