બે દિવસ બાદ રાજ્યમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે આગામી 7 દિવસ રાજ્યમાં હવામાન સુકૂ રહેશે. આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય. જો કે ત્યારબાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે.
છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં 13.2 ડિગ્રી જેટલું રાજ્યનું લઘુતમ તાપમાન નોંધાયું છે. પવનની દિશા પશ્ચિમથી ઊતર પશ્ચિમ તરફ છે.
આગામી 24 કલાકમાં અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ જ્યારે ગાંધીનગરમાં 14 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોધાઇ શકે છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 7:35 પી એમ(PM)
બે દિવસ બાદ રાજ્યમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે
