બેલ્જિયમનાં રાજકુમારી એસ્ટ્રિડ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ ભારતમાં ત્રણસો સભ્યોના આર્થિક મિશનનું નેતૃત્વ કરવા બદલ બેલ્જિયમની રાજકુમારીનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તેઓ વેપાર, ટેકનોલોજી, સંરક્ષણ, કૃષિ, જીવનવિજ્ઞાન, નવીનતા, કૌશલ્ય અને શૈક્ષણિક આદાનપ્રદાનમાં નવી ભાગીદારી દ્વારા બંને દેશોના દેશવાસીઓ માટે અમર્યાદિત તકો ખોલવા માટે આતુર છે.
Site Admin | માર્ચ 4, 2025 6:29 પી એમ(PM) | નરેન્દ્ર મોદી
બેલ્જિયમનાં રાજકુમારી એસ્ટ્રિડ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા
