બેડમિન્ટનમાં, ભારતીય ખેલાડીઓ આજે ચીનના શેનઝેનમાં ચાઇના માસ્ટર્સ-2024 ટુર્નામેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ભાગ લેશે. પુરુષ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેનનો મુકાબલો ડેનમાર્કના રાસમસ ગેમકે સામે થશે.
દરમિયાન, મહિલા સિંગલ્સમાં, બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પી.વી. સિંધુનો મુકાબલો સિંગાપોરની યેઓ જિયા મિન સામે થશે, જ્યારે માલવિકા બંસોડનો સામનો થાઈલેન્ડની સુપાનિદા કાટેથોંગ સામે થશે. આ સાથે જ અનુપમા ઉપાધ્યાયનો મુકાબલો જાપાની ખેલાડી નાત્સુકીનિ દાયરા સાથે થશે.
મેન્સ ડબલ્સમાં, ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડીની ભારતીય જોડીનો સામનો ડેનમાર્કના રાસ્મસ કજેર અને ફ્રેડરિક સોગાર્ડ સામે થશે. મહિલા ડબલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીનો મુકાબલો લિયુ શેંગ શુ અને તાન નિંગ સામે થશે. જ્યારે મિશ્ર ડબલ્સમાં બી. સુમીત રેડ્ડી અને એન. સિક્કી રેડ્ડી ફેંગ યાન ઝે અને હુઆંગડોંગ પિંગની અન્ય ચીની જોડીનો સામનો કરશે.
Site Admin | નવેમ્બર 21, 2024 10:52 એ એમ (AM)