બેડમિન્ટનમાં, ભારતીય ખેલાડી પી. વી. સિંધુ અને માલવિકા બંસોડ આજે ચીનના શેનઝેનમાં ચાઈના માસ્ટર્સ 2024 સ્પર્ધામાં જીતની સાથે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયાં છે. સિંધુએ મહિલા સિંગલ્સની પેહલી રમતમાં મલેશિયાનાં બુસાનન ઑન્ગબામરુન્ગફાનને 21—17, 21—19થી હરાવ્યાં હતાં. મલેશિયાનાં ખેલાડી સામે સિન્ધુની આ 20મી જીત છે. અત્યાર સુધી આ બન્ને ખેલાડી 21 વખત સામસામે આવી ગયાં છે. આ તરફ માલવિકાએ ડેનમાર્કનાં લાઈન હૉઝમાર્ક જેર્સફેલ્ટને 20—22, 23-21 અને 21-16થી હરાવ્યાં હતાં.
દરમિયાન ભારતીય ખેલાડી લક્ષ્ય સેને પેહલા પુરુષ સિંગલ્સની પેહલી રમતમાં સાતમા ક્રમાંક પ્રાપ્ત મલેશિયાનાં લી ઝી જિયાને 21-14, 13-21 અને 21-13થી હરાવ્યાં હતાં. ભારતની પુરુષ જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી પણ આજે ચાઈના માસ્ટર્સમાં તાઈવાનનાં લી ઝે હુઈ અને યાંગ પૉ હ્વાનની જોડી સામે રમશે. જ્યારે મહિલા ડબલ્સમાં ભારતનાં ટ્રીસા જૉલી અને તેમનાં સાથી ખેલાડી ગાયત્રી ગોપીચંદ આજે તાઈવાનની જોડી હૂ લિંગ ફાંગ અને ઝેંગ યૂ ચીહ સામે રમશે.
Site Admin | નવેમ્બર 20, 2024 7:40 પી એમ(PM)