બેડમિન્ટનમાં ભારતની ટોચની ખેલાડી પી.વી. સિંધુએ આજે ચીનના શેનઝેનમાં ચાઇના માસ્ટર્સ 2024 ટુર્નામેન્ટમાં જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરી છે. તેણીએ મહિલાઓની સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં મલેશિયાની બુસાનન ઓંગબામ રુંગફાનને 21-17, 21-19થી હરાવી હતી.
ભારતીય ખેલાડી લક્ષ્ય સેન આજે પુરુષોની સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં મલેશિયાના લી-જી-જિયા સામે અને મહિલા સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં ભારતની માલવિકા બંસોડ ડેનમાર્કની લાઈન હોજમાર્ક જર્સફેલ્ટ સામે ટકરાશે.
ભારતીય પુરુષ જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી પણ આજે ચાઈના માસ્ટર્સમાં ભાગ લેશે. તેનો મુકાબલો તાઈવાનની લી ઝે-હુઈ અને યાંગ પો-હવાનની જોડી સામે થશે. મહિલા ડબલ્સમાં ભારતની ટ્રેસા જોલી અને તેની જોડીદાર ગાયત્રી ગોપીચંદ આજે તાઈવાનની જોડી હુ લિંગ ફેંગ અને ઝેંગ યુ ચીહ સામે ટકરાશે.
Site Admin | નવેમ્બર 20, 2024 2:56 પી એમ(PM)