બેડમિન્ટનમાં ચીન માસ્ટર્સ 2024 સ્પર્ધામાં આજે સવારે રમાયેલી મેચમાં ભારતીય ખેલાડી અનુપમા ઉપાધ્યાયની જાપાનની નતસુકી નિદાઈરા સામે 2-0 થી પરાજય થયો છે. મહિલા સિંગલ્સ શ્રેણીમાં બે વખત ઓલિમ્પિક વિજેતા પી વી સિંધુ સિંગપોરની યીઓ જીયા મીન સામે જ્યારે માલવિકા બંસોડ થાઈલેન્ડની સુપનિદા કેટથોંગ સામે ટકરાશે. પુરુષ સિંગલ્સની પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં ભરતના લક્ષ્ય સેન ડેન્માર્કના રસમુસ ગેમકે સામે ટકરાશે. પુરુષ ડબલ્સમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજની જોડી ડેન્માર્કના રસમુસ કાજેર
અને ફરેડેરીક સોગાર્ડ સામે ટકરાશે.
Site Admin | નવેમ્બર 21, 2024 3:05 પી એમ(PM)