બેંગલુરુ સ્થિત સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને કલ્યાણ ફાઉન્ડેશનના સહયોગથી 10 ઓગસ્ટે બનાસકાંઠાના પાલનપુર ખાતે કૃષિ સંવર્ધન પ્રોજેક્ટનો પ્રારંભ કરશે.
આ કાર્યક્રમમાં સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, કાપડ મંત્રાલય, ખાનગી ભાગીદારો, કલ્યાણ ફાઉન્ડેશન અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ ઉપરાંત એરંડાનું ઉત્પાદન કરતા ખેડૂતો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમનો હેતુ જ્ઞાનની વહેંચણી, ઉપલબ્ધ સંશાધનોના ઉપયોગ અંગે જાગૃતિ લાવવાનો ખેડૂતોને રેશમનાં ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવાનો તથા રેશમ ઉદ્યોગના વિકાસ પ્રોત્સાહન આપવાનો છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 8:01 પી એમ(PM)