ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 14, 2025 1:13 પી એમ(PM)

printer

બેંક સાથે છેતરપિંડીના કેસમાં ભાગેડૂ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી

પંજાબ નેશનલ બેંક સાથે લોન છેતરપિંડી કેસમાં ભાગેડૂ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડ કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો -સીબીઆઈની વિનંતી અને મુંબઈની એક અદાલતના બે ધરપકડ વોરંટના આધારે કરાઇ છે.
મેહુલ ચોક્સી પંજાબ નેશનલ બેંકમાં 13 હજાર 500 કરોડ રૂપિયાના લોન છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી છે. આ જ કેસમાં, સહ-આરોપી નીરવ મોદીને પણ લંડનથી પ્રત્યાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ બંને આરોપી વર્ષ 2018માં ભારતમાંથી નાસી છૂટયા હતા. આ ધરપકડ અંગે નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ એક મોટી સિદ્ધિ છે. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલેથી જ કહ્યું છે કે જેમણે ગરીબોના પૈસા હડપ કર્યા છે, તેમણે પૈસા પાછા આપવા પડશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ