ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 5, 2024 3:16 પી એમ(PM) | બુલેટ ટ્રેન

printer

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લામાં કાવેરી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થયું છે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લામાં કાવેરી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થયું છે. ગુજરાતમાં બનેલા 20 નદી પુલમાંથી આ 11મો નદી પુલ છે. કાવેરી નદી પર બનેલા આ પુલની લંબાઈ 120 મીટર છે. તેમાં ત્રણ ફુલ સ્પાન ગર્ડરનો સમાવેશ થાય છે. તેના થાંભલાઓની ઊંચાઈ 13 મીટરથી 21 મીટર છે.
આ પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે. કાવેરી નદી, વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 46 કિ.મી. અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી ચાર કિલોમીટરનાં અંતરે છે.‌ આ બંને સ્ટેશનો વચ્ચે કોલક, પાર અને ઔરંગા નદીઓ પર પુલનું નિર્માણ પણ પૂર્ણ થઈ ગયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ