બીસીસીઆઇ દ્વારા આયોજીત અંડર 23 સ્ટેટ-એ-ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચ ગુજરાત અને છત્તીસગઢ ટીમ વચ્ચે કોલકાતા ખાતે રમાઈ હતી. જેમાં ગુજરાતની ટીમ 183 રને જીતી હતી. પ્રથમ બેટિંગ કરતાં ગુજરાતે 9 વિકેટે 316 રન કર્યા હતા. જયમીત પટેલે 84 રન રિષિ પટેલે 78 રન અને ક્રિષ ગુપ્તાએ 46 રન કર્યા હતા. વિકલ્પ તિવારીએ બે વિકેટ ઝડપી હતી. છત્તીસગઢની ટીમ 133 રનમાં આઉટ થઇ હતી. વિકલ્પ તિવારીએ 27 રન કર્યા હતા. જય માલુસરે અને ક્રિષ ગુપ્તા 3-3 વિકેટ લીધી હતી. સરલ પ્રજાપતિએ બે વિકેટ ઝડપી હતી.
Site Admin | જાન્યુઆરી 5, 2025 8:17 એ એમ (AM) | બીસીસીઆઇ